Reliance Jio Network Speed: અમદાવાદમાં JIO મજબૂત નેટવર્ક અને ડાઉનલોડ સ્પીડમાં સ્થાપ્યો નવો બેન્ચમાર્ક

By GujToday

Published On:

Follow Us
Reliance Jio Network Speed

Reliance Jio Network Speed: રિલાયન્સ જિયોએ ચાવીરૂપ વૉઇસ અને ડેટા પર્ફોર્મન્સ મેટ્રિક્સમાં અમદાવાદ શહેરમાં ટોપ પરફોર્મર ટેલિકોમ ઓપરેટર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા આ લેટેસ્ટ ઈન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ (IDT) હાથ ધરાયો હતો. જિયો ઈચ્છે છે કે, દરેક નાગરિકને બેસ્ટ-ઇન-ક્લાસ ડિજિટલ એક્સપિરિયન્સ મળે. 

Reliance Jio Network Speed

ટ્રાઈના રિપોર્ટ પ્રમાણે, જિયોએ 267.8 Mbpsની સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ પૂરી પાડી છે, જે શહેરના તમામ ઓપરેટર્સમાં સૌથી વધુ છે. આ શાનદાર પ્રદર્શન પીક યુઝ અવર્સ દરમિયાન પણ ઝડપી વીડિયો સ્ટ્રીમિંગ, લેગ-ફ્રી ઓનલાઈન ગેમિંગ, ઝડપી એપ્લિકેશન ડાઉનલોડ્સ અને અવિરત બ્રાઉઝિંગની ગેરંટી આપે છે. તેમાં 48.1 Mbps સરેરાશ 5G અપલોડ સ્પિડ પણ મળે છે. આ સ્પિડ ફક્ત ટેકનિકલ સર્વોપરિતા જ નહીં, પરંતુ કનેક્ટિવિટી માટે જિયોના કસ્ટમર-ફર્સ્ટ અભિગમને પણ પ્રતિબિંબિત કરે છે, જે તેને યુઝર્સ માટે બેસ્ટ ગો-ટુ નેટવર્ક બનાવે છે.

રિયલ ટાઈમ ઈન્ટરએક્શનમાં પણ ઉત્તમ અનુભવ

જિયો લો લેટન્સીમાં પણ શ્રેષ્ઠ કામ કરે છે, જે વીડિયો કૉલ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને ઓનલાઈન ગેમિંગ જેવી એપ્લિકેશન્સ માટે એક મહત્ત્વનું પરિબળ છે. ઝડપી ડેટા પેકેટ ડિલિવરી સુનિશ્ચિત કરીને, જિયો તેના યુઝર્સને સરળ, વધુ રિસ્પોન્સિવ અનુભવ પ્રદાન કરે છે. એટલું જ નહીં, ઓછામાં ઓછા વિલંબ સાથે રિયલ ટાઇમ ઈન્ટરેક્શનને પણ શક્ય બનાવે છે. એટલે કે ડિજિટલ મીટિંગમાં પણ યુઝર્સને ઉત્તમ અનુભવ મળે છે. 

વૉઈસ સર્વિસમાં પણ બેસ્ટ પર્ફોર્મન્સ

જિયો ડેટાની સાથે વૉઇસ સર્વિસીઝમાં અલગ તરી આવતું પરફોર્મન્સ છે. ઈન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ તેના સર્વશ્રેષ્ઠ કૉલ સેટઅપ સફળતા દર, વીજળી વેગીલા કૉલ કનેક્શન ટાઈમ, વર્ચ્યુઅલ ઝીરો કૉલ ડ્રોપ, સ્પષ્ટ, ઉચ્ચ-ગુણવત્તાશીલ વૉઇસ ક્લેરિટી પર ભાર મૂકે છે. એક સાથે આવા પરિબળો સુનિશ્ચિત કરે છે કે જિયોના ગ્રાહકો પોતાના ઘરે હોય, મુસાફરી કરી રહ્યા હોય અથવા ભારે ટ્રાફિકવાળા ગીચ શહેરી વિસ્તારોમાં હોય, પરંતુ તેઓ સીમલેસ અને વિશ્વસનીય વૉઇસ કોમ્યુનિકેશનનો આનંદ માણતા રહેશે.

ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન

આ માટેની ટેસ્ટ ડ્રાઇવ ગત 5થી 7 મે, 2025 દરમિયાન અમદાવાદ શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં હાથ ધરાઈ હતી. જેમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અને રહેણાક વિસ્તારોથી લઈને ટ્રાફિકથી ધમધમતા કોરિડોર અને રાહદારીઓના ઝોનનો સમાવેશ થતો હતો. જિયોના ઑપ્ટિમાઇઝ્ડ નેટવર્ક આર્કિટેક્ચરે આ બધા સ્થળે શ્રેષ્ઠ પ્રદર્શન સુનિશ્ચિત કર્યું હતું. આ બાબત પડકારરૂપ સ્થિતિમાં પણ સુસંગત ગુણવત્તા પ્રત્યેની તેની કટિબદ્ધતા દર્શાવે છે.

નોંધનીય છે કે, બફર-ફ્રી સ્ટ્રીમિંગ અને એચડી વોઇસ કોલ્સથી માંડીને રિયલ-ટાઇમ ગેમિંગ સુધી રિલાયન્સ જિયો અમદાવાદમાં મોબાઇલ યુઝર્સ માટે પસંદગીના નેટવર્ક તરીકે જોજનો આગળ છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઊભી કરાતી માળખાગત સુવિધા તેમજ ગ્રાહક કેન્દ્રિત ઈનોવેશન કરીને જિયો ભારતની ડિજિટલ મહત્ત્વાકાંક્ષાના ક્ષેત્રે જ નહીં, યુઝર્સને સારો ઈન્ટરનેટ અનુભવ આપવામાં પણ આગળ વધી રહ્યું છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment