2025 New MVAG Guidelines: કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડાં કરતાં વધુ ભાડું લઈ શકશે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા 1 જુલાઈના રોજ નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ (MVAG) 2025 લાગુ કરી છે. જે અનુસાર, કેબ એગ્રિગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણા સુધી વધુ ભાડું વસૂલવા મંજૂરી આપવામાં આવી છે. અત્યારસુધી દોઢ ગણું વધુ ભાડું લેવાની મંજૂરી હતી.
2025 New MVAG Guidelines
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને નવી ગાઈડલાઈન્સ આગામી ત્રણ મહિના સુધીમાં નવી ગાઈડલાઈન્સ લાગુ કરવા સૂચિત કર્યા છે. ટેક્સી-ઓટો ભાડામાં આ વધારો એગ્રિગેટર્સ પ્લેટફોર્મને વધુ પડતી માગ દરમિયાન સાનુકૂળતા આપવા તેમજ કિંમત અને સંચાલન માટે એકંદરે રેગ્યુલેટરી ફ્રેમવર્કના પડકારો દૂર કરવાના ઉદ્દેશ સાથે લાગુ કરવામાં આવ્યો છે.
ખાનગી મોટરસાયકલને પણ આપી મંજૂરી
MVAG 2025એ લાંબાગાળાથી રેગ્યુલેટરી તફાવતને દૂર કરતાં નોન-ટ્રાન્સપોર્ટ (પ્રાઈવેટ) મોટરસાયકલને પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરવા મંજૂરી આપી છે. એગ્રિગેટર્સ મારફત પેસેન્જર જર્નિ માટે ખાનગી વાહનોનો ઉપયોગ થઈ શકશે. જો કે, તેમાં રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. ગાઈડલાઈન્સ અનુસાર, રાજ્ય સરકાર એગ્રિગેટર્સ મારફત શેરિંગ મોબિલિટી તરીકે મુસાફરી કરવા ખાનગી વાહનોને મંજૂરી આપી શકે છે. આ મંજૂરી આપવા પાછળનો હેતુ ટ્રાફિક, પ્રદુષણમાં ઘટાડો કરવા તેમજ અફોર્ડેબલ મોબોલિટી-હાઈપરલોકલ ડિલિવરીમાં સુધારો કરવાનો છે.
ક્લોઝ 23ની ગાઈડલાઈન હેઠળ રાજ્યોને આ પ્રકારની મોટરસાયકલના ઉપયોગ બદલ એગ્રિગેટર્સ પાસેથી રોજિંદા, સાપ્તાહિક કે પખવાડિક ભાડું વસૂલવાની સત્તા આપવામાં આવશે.
કેબ એગ્રિગેટર્સે નિર્ણય વધાવ્યો
કેન્દ્ર સરકારના નવા MVAG 2025 નિયમોને ઓલા, ઉબર, રેપિડો સહિતના કેબ એગ્રિગેટર્સે આવકાર્યો છે. તેમાં પણ ખાનગી ટુ-વ્હિલર્સને મંજૂરી આપવાની ગાઈડલાઈનને વિકસિત ભારત તરફનું મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. આ પરિવર્તન લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી અને અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટ સુવિધામાં સુધારો કરશે. ઉબરે ઈનોવેશન અને રેગ્યુલેટરી સ્પષ્ટતા તરફનું પગલું ગણાવ્યું છે. MVAG 2025 ગાઈડલાઈન બાઈક ટેક્સી, ઈ-રિક્ષા, ઈલેક્ટ્રિક વ્હિકલ્સ માટે વધતી માગ સહિત ભારતના શેરર્ડ મોબિલિટી લેન્ડસ્કેપમાં મહત્ત્વનો સુધારો છે.