Gujarat Rain Forecast: રાજ્યમાં આજે 18 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

By GujToday

Published On:

Follow Us
Gujarat Rain Forecast

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ વર્ષે ચોમાસી એન્ટ્રી વહેલી થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થશે. જને લઈ રાજ્યમાં સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાંથી વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ, ડાંગના સુબિરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

Gujarat Rain Forecast

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે બીજી તારીખના રોજ સાબરકંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

ત્રીજી તારીખે બનાસકાંઠા, સાબરકંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ચોથી તારીખે ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું જણાશે. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પાંચમી તારીખે ફરી ચોમાસાની તીવ્રતા વધતી હોય તેમ લાગી રહ્યું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

છઠ્ઠી તારીખે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

સાતમી તારીખે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સાતમી તારીખે સોમવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

NDRFના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment