Dollar vs Rupee : ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરીફ વોર ભારત પર ભારે પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, આજે ડોલર સામે રૂપિયાએ 87નું લેવલ ગુમાવ્યું છે, હજુ કેટલો ગગડશે રૂપિયો?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વોરની દહશતની ડોલર સામે રૂપિયો 87નું લેવલ ગુમાવ્યું, શું આ મોંઘવારી વધવાના સંકેત છે? હાલ તો આ ટ્રેડ વોર ભારત પર ભારે પડી રહ્યું હોય એવું લાગી રહું છે.
Dollar vs Rupee
અમરિકાનું સત્તા પદ સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો સાથે ટ્રેડ વોર શરુ કરું દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ચૂંટણી સમયે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા એ પ્રમાણે અમેરિકા ફર્સ્ટ એ દિશામાં પગલા ભરતા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાનો “ટ્રમ્પ કાર્ડ” ચલાવ્યો હોય એવું લાગી રહ્યું છે. મેક્સિકો અને કેનેડા પર 25% અને ચીન પર 10% ટેરિફ લગાવીને તેમને એક ટ્રેક વોર શરુ કરી દીચું છે. આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર પર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે.
રૂપિયો 87 લેવલ પર ખુલ્યો હતો અને ઇન્ટ્રા-ડે 87.29 બોલાયો હતો. કામકાજને અંતે 55 પૈસા ગગડી 87.16 પર બંધ રહ્યો હતો. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ રૂપિયામાં આટલો મોટો ઘટાડો થવો એ કોઈ નવી વાત નથી. જો આપણે આંકડાની માહિતી પર એક નજર કરીએ તો આ ઘટાડો ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં 4%નો ઘટાડો જોવા મળી ચુક્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી બે મહિનામાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને આંકડો 90ના સ્તરને પાર કરી શકે છે, આ એક અનુમાન છે.
આમ જોવા જઈએ તો ટ્રમ્પ પહેલાથી જ બ્રિકસ દેશોને ચેતવણી આપી ચુક્યા છે કે, જો બ્રિકસ દેશો નવી કરન્સી પર વિચાર કરશે, તો તેમણે પણ મોટો ટેરિફ વધારા માટે તૈયાર રહેવું પડશે. હવે જયારે મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવી ચુક્યો છે ત્યારે તેમની આ ધમકી માત્ર ધમકી પૂરતી જ માર્યાદિત નથી રહી. બજારમાં એવું સેન્ટીમેન્ટ બની ચૂક્યું છે કે, ભારત પર પણ ટેરિફ લગાવવામાં આવી શકે છે. જેના કારણે રૂપિયો અને શેરમાર્કેટમાં ભય જોવા મળે છે.