મહાકુંભ 2025 શાહી સ્નાન (અમૃત સ્નાન): જાણો શાહી સ્નાનની તારીખ

By GujToday

Updated On:

Follow Us
મહાકુંભ 2025 શાહી સ્નાન

મહાકુંભ 2025 શાહી સ્નાન : મહાકુંભ મેળામાં શાહી સ્નાનનું ખુબ મહત્વ હોય છે તો ચાલો અપડે જાણીએ શાહી સ્નાનની તારીખ જેમાં કરોડો શ્રધાળુઓ ગંગા, યમુના, સરસ્વતીના સંગમ સ્થાન પ્રયાગરાજમાં ડૂબકીઓ લગાવશે.

મહાકુંભ 2025 શાહી સ્નાન

કુંભમેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિની માન્યતા છે, એવું માનવામાં આવે છે કે આ દરમિયાન આ નદીઓનું પાણી અમૃત જેવું શુદ્ધ બની જાય છે. કુંભમેળામાં સ્નાન કરવાથી તમામ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કુંભ મેળામાં લાખો ભક્તો પવિત્ર નદીઓના સ્નાન કરે છે. પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ અહીં મળે છે. તેથી આ સ્થાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર અહીં સ્નાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.

મહાકુંભ 2025 શાહી સ્નાનની તિથી / પ્રયાગરાજ મહાકુંભ શાહી સ્નાનની તિથી

પ્રથમ શાહી સ્નાન : 13 જાન્યુઆરી 2025 : પોષ પૂર્ણિમા

બીજું શાહી સ્નાન : 14 જાન્યુઆરી 2025 : મકર સંક્રાંતિ, ઉતરાયણ

ત્રીજું શાહી સ્નાન : 29 જાન્યુઆરી 2025 : મૌની અમાસ (સોમવતી)

ચોથું શાહી સ્નાન : 3 ફેબ્રુઆરી 2025 : વસંત પંચમી

પાંચમું શાહી સ્નાન : 12 ફેબ્રુઆરી 2025 : માધી પૂર્ણિમા

છઠ્ઠું શાહી સ્નાન : 8 માર્ચ 2025 : મહાશિવરાત્રી

પોષી પૂનમના દિવસે પ્રયાગરાજ ખાતે પવિત્ર સ્નાન દ્વારા મહાકુંભનો શુભારંભ થયો છે. 144 વર્ષ બાદ ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો હોવાથી આ કુંભમેળાનું આગવું માહાત્મય છે. ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભના પ્રથમ સ્નાન માટે દેશ વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી.મહાકુંભમાં આશરે 40 કરોડ લોકો ઉમટી પડે તેવી શકયતા છે.

મહાકુંભમાં પ્રથમ દિવસે બપોર સુધીમાં જ 1 કરોડ લોકોએ કુંભ સ્નાન કર્યું હતું. આ કુંભમેળાનું અનેરુ મહત્વ છે. આ વખતે સૂર્ય, ચંદ્રમા, શનિ, ગુરૂ ગ્રહની શુભ સ્થિતિ બની રહી છે. કહેવાય છે કે આ શુભ સહયોગ સમુદ્ર મંથન દરમિયાન બન્યો હતો. આ ઉપરાંત મહાકુંભ પર પૂર્ણિમા, રવિ યોગ ભદ્રાવાસ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. ત્રિવેણી સંગમ પર પ્રથમ સ્નાન માટે દેશ વિદેશથી આવેલ શ્રધ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી.

મહાકુંભ ભારતની પૌરાણીક પરંપરાઓ આધ્યાત્મીક વિરાસતનો ઉત્સવ છે. અહી 12 કિલોમીટરના ક્ષેત્રફળમાં સ્નાન માટે ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુ હિન્દુઓ માને છે કે પવિત્ર પાણીમાં સ્નાન કરવાથી લોકો પાપોથી મુક્ત થાય છે, અને કુંભ મેળા દરમિયાન, તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી પણ મુક્તિ લાવે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી GujToday.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment