સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી

By GujToday

Updated On:

Follow Us
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 : ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઇ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીના રોજ થશે મતદાન, 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. હાલમાં ગ્રામ પંચાયતની ચૂટણીઓ નહિ યોજાય.

  • જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાશે ચૂંટણી
  • 66 નગરપાલિકાની યોજાશે ચૂંટણી
  • 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
  • 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025

ચૂંટણી કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર શ્રી એ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ વિગતો આપી હતી જે અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં ઉમેદવારી ભરવાની તારીખ, મતદાન તારીખ, મતગણતરી તારીખ વગેરેની માહિતી આ પ્રેસ કોન્ફરન્સમાં આપી છે.

એક મહાનગરપાલિકા, 66 નગરપાલિકાની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે. ૩ તાલુકા પંચાયતની સમાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો પર ચૂંટણી થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ

21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થઈ.

27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે.

1 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ

3 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ

4 ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ

16 ફેબ્રુઆરી મતદાન તારીખ (સવારના 07 વાગ્યાથી સાંજના 06 વાગ્યા સુધી)

17 ફેબ્રુઆરી પુન:મતદાન તારીખ (જરૂર જણાય તો)

18 ફેબ્રુઆરી મતગણતરી

21 ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ

જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્ત ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ છે.

Leave a Comment